નવી દિલ્હી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે વીડિયો કોન્ફોરન્સિંગથી મીડિયા સાથે વાત કરી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના વાઈરસને લઈને સતત વધી રહેલા સંકટ અને લોકડાઉનના કારણે આવી રહેલી મુશ્કેલીઓ પર વાત કરી હતી. કોંગ્રેસ સતત મોદી સરકારના નિર્ણયો અને નીતિ પર સવાલ ઉઠાવતી આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે લોકડાઉન ખોલવાની નીતી લોકોને બતાવી જોઈએ અને મજૂરોના ખાતામાં સીધા પૈસા નાખવા જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસમાં અમે સરકારને કેટલાક સુચનો કરવાનો નિર્ણય લીધો છે. રાહુલે કહ્યું કે હવે સમય આવી ગયો છે. જ્યારે નાના કારોબારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે અને લોકડાઉન ખોલવાની તૈયારી કરવામાં આવે.
રાહુલ ગાંધીએ કહ્યું કે હવે સરકારે જણાવવું જોઈએ કે શું થઈ રહ્યું છે. લોકોને કહેવું પડશે કે લોકડાઉન ક્યારે ખુલશે. લોકોને કહેવું જરૂરી છે કે કઈ પરિસ્થિતિમાં લોકડાઉન ખોલવામાં આવશે. લોકડાઉન દરમિયાન ઘણા ફેરફાર આવી ગયા છે, હવે આ મહામારી ખૂબ જ ખતરનાક થઈ ગઈ છે.
ૃકોંગ્રેસ નેતાએ કહ્યું કે રાજ્ય સરકારો અને જિલ્લા પ્રશાસનને કેન્દ્ર સરકારની સાથે મળીને રણનીતી પર કામ કરવું જોઈએ. રાહુલે કહ્યું કે હવે લોકડાઉન ખોલવાની જરૂર છે, તમે આ અંગે કોઈ પણ કારોબારીને પૂછશો તો સપ્લાઈ ચેનને લઈને મુશ્કેલી સર્જાશે તેમ કહેશે. પરપ્રાંતીય મજૂરો, ગરીબો, નાના કારોબારીઓને આજે પૈસાની જરૂર છે.