નવી દિલ્હી. કોરોના મહામારી અને લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થા ઉપર ગંભીર અસર થઈ છે. તેના કારણે સરકારના રેવન્યુમાં ઘટાડો થયો છે અને ખર્ચમાં વધારો થયો છે. તેની અસર સરકારની નવી યોજનાઓ ઉપર પડી છે. કેન્દ્ર સરકારે નવી યોજનાને હાલ હોલ્ડ ઉપર રાખવાનો (હાલ શરૂ ન કરવાનો) નિર્ણય કર્યો છે. નાણા મંત્રાલયે 31 માર્ચ 2021 સુધી અથવા નવ મહિના સુધી નવી યોજનાની શરૂઆત રોકી દીધી છે. જોકે તેની આત્મ નિર્ભર ભારત અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ઉપર પ્રતિબંધ લાગુ નહીં પડે.
સરકારના આદેશમાં સ્પષ્ટ કહેવાયું છે કે વિવિધ મંત્રાલય નવી યોજના શરૂ ન કરે. પ્રધાનમંત્રી ગરીબ યોજના કે આત્મ નિર્ભર ભારત અભિયાન અંતર્ગત જાહેર થયેલી યોજનાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે.
