AHMADABAD GUJARAT INTERNATIONAL NATIONAL

ઉડાનો પર કોરોના સંકટ / એક મહિના પહેલા નિવૃત્ત થયેલા પાયલટનું શંકાસ્પદ મોત, 200 ક્રૂ મેમ્બર્સ પર કોરોનાનો ખતરો, દરેકને ક્વોરેન્ટીન કરાયા

નવી દિલ્હી. એર ઇન્ડિયાના એક નિવૃત્ત પાયલટનું શંકાસ્પદ પરિસ્થિતિમાં શનિવારે મૃત્યુ થયું હતું. એક મહિના પહેલા તેઓ નિવૃત્ત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પરિવારજનોએ કોરોનાના લીધે મોત થયુ હોવાના સમાચારોનું ખંડન કર્યું છે. જોકે પાડોશીઓનો આરોપ છે કે પાયલટનું મોત કોરોનાના કારણે થયું છે. તેમનામાંકોરોનાના લક્ષણો હતા. ત્યારબાદ એરલાઇનમાં ચિંતા પ્રસરી ગઇ છે. રિપોર્ટ પ્રમાણે અત્યારસુધી 200 ક્રૂ મેમ્બર્સને ક્વોરેન્ટીન કરવામા આવ્યા છે.
એરલાઇનના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે 58 વર્ષના કર્મચારી સીનિયર કેપ્ટન પદેથી એપ્રિલમાં નિવૃત્ત થયા હતા. તેમણે એરબસ એ-320નું સંચાલન કર્યું હતું. તેમના કરિયરમાં તેઓ DGCAમાં ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા હતા.
ક્રૂ મેમ્બર્સ અને પાયલટમાં લક્ષણો દેખાયા
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત એક રિપોર્ટમાં એરલાઇનના એક અધિકારીના હવાલાથી જણાવવામા આવ્યું છે કે એરલાઇનમાં 3થી 4 લોકોમાં કોરોના લક્ષણો છે. 30થી 40 લોકોમાં સામાન્ય લક્ષણો છે. કુલ 150 પાયલટ અને ક્રૂ મેમ્બર્સને ક્વોરેન્ટીન કરવામા આવ્યા છે. ઘણા પેસેન્જર સંક્રમિત થયા બાદ ઓવરઓલ અત્યાર સુધી લગભગ 200 કેબિન ક્રૂ મેમ્બર્સ કાં તો કોરોના પોઝિટિવ છે અથવા તો તેમની અંદર લક્ષણો દેખાયા છે. તેના લીધે દરેકને ક્વોરેન્ટીન કરવામા આવ્યા છે.
ફ્લાઇંગ અલાઉન્સ ન મળવાથી પાયલટ નાખુશ
એક પાયલટે જણાવ્યું કે અત્યાર સુધી 70 ટકા ફ્લાઇંગ અલાઉન્સ ન મળવાથી દરેક પાયલટ નારાજ છે. કપરા સમયમાં પાયલટોએ વંદે ભારત મિશન અંતર્ગત ફ્લાઇટ્સનું સંચાલન કર્યું. આ દરમિયાન ક્રૂ મેમ્બર્સને મળતો સહકાર પણ ખૂબ ખરાબ રહ્યો હતો. છેલ્લા બે દિવસમાં પાયલટ્સે એરલાઇન મેનેજમેન્ટ સાથે આ મામલે વાતચીત પણ કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ મેનેજમેન્ટને પેમેન્ટની ચૂકવણી કરવા માટે કહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *