NATIONAL

ચીનની કમર તોડવા માટે મેદાનમાં આવ્યા યોગી આદિત્યનાથ…. જાણો શુ છે પૂરો મામલો

દેશમાં કોરોના વાયરસનાં ખતરાને જોતા કરવામાં આવેલા લોકડાઉનનાં કારણે લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરો ઉત્તર પ્રદેશ પરત આવી રહ્યા છે. આ મજૂરોને પ્રદેશમાં જ રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે સીએમ યોગી મોટા પ્લાનની તૈયારીમાં લાગ્યા છે. શનિવારનાં વિદેશી કંપનીઓનાં ઉત્તર પ્રદેશમાં રોકાણને લઇને સીએમ યોગી પોતાના અધિકારીઓ સાથે યોજના બેઠક કરવાનાં છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, આ બેઠકમાં ચીનમાં કામ કરી રહેલી કંપનીઓને આકર્ષવા માટેની રીતો પર પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.

ચીનમાં વેપાર કરતી કંપનીઓને આકર્ષવા માટેનો પ્લાન બનાવશે

યોગી આદિત્યનાથ સાંજે 5 વાગ્યે ઇન્વેસ્ટ ઇન્ડિયાને લઇને મીટિંગ કરશે. આ બેઠકમાં સીએમ યોગી ઉપરાંત ઉપ-મુખ્યમંત્રી દિનેશ શર્મા, સિદ્ધાર્થ નાથ સિંહ, ઐદ્યોગિક વિકાસ પ્રમુખ સચિવ આલોક કુમાર ઉપરાંત મુખ્ય સચિવ અવનીશ અવસ્થી પણ સામેલ થશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સીએમ યોગી ઇચ્છે છે કે ચીનમાં વેપાર કરનારી વધારેમાં વધારે મલ્ટીનેશનલ કંપનીઓ ઉત્તર પ્રદેશમાં રોકાણ કરે. આ રોકાણ માટે પ્રદેશમાં તેમને કઇ રીતે સારો માહોલ આપવામાં આવશે તેના માટે બેઠક થવાની છે.

ટાસ્ક ફૉર્સની રચના

જાણકારી પ્રમાણે, યોગીની નજર ચીનમાં વેપાર કરી રહેલી જાપાની, અમેરિકી અને યૂરોપિયન કંપનીઓ પર છે. વિદેશી કંપનીઓને પ્રદેશમાં રોકાણ કરવા અને ઉદ્યોગો લગાવવા માટે મેનેજ કરવા એક ટાસ્ક ફૉર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફૉર્સ વિદેશી કંપનીઓ માટે પ્રદેશમાં રેડ કાર્પેટ બિછાવવાનું કામ કરી રહી છે. સીએમ યોગીની આ ટાસ્ક ફૉર્સ રોકાણકારોનો સંપર્ક કરી રહી છે અને તેમને પ્રદેશમાં રોકાણ કરવાનો પ્રસ્તાવ આપતા અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ગેરંટી આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *