GUJARAT INTERNATIONAL NATIONAL

કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લિક થતા જાણો સુ થયું

વિશાખાપટ્ટનમ. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગુરુવારે સવારે કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીક થયો હતો. દુર્ઘટના સવારે 3 થી 3.30 વાગ્યા વચ્ચે એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીના પ્લાન્ટમાં સર્જાઈ હતી. સવારે લગભગ 5.30 વાગ્યે ન્યૂટ્રિલાઈજર્સના ઉપયોગ બાદ સ્થિતિ કાબૂમાં લેવાઈ હતી. ત્યાં સુધી ગેસ 4 કિમીની અંદર આવતા પાંચ નાના ગામમાં ફેલાઈ ગયો હતો. દુર્ઘટનામાં અત્યાર સુધી 2 બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. NDRF,SDRFના ડીજી એસએન પ્રધાને કહ્યું કે, હવે સ્થિતિ નિયંત્રણમાં છે. હવે પ્રયાસ કરવામાં આવે છે કે ગેસ વધુ લીક ન થાય.

આ દુર્ઘટના વિશાખાપટ્ટનમથી લગભગ 30 કિમી વેંકટપુરમ ગામમાં સર્જાઈ હતી. એક હજાર કરતા વધારે લોકો બિમાર છે. 300 લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવા પડ્યા છે. 25 લોકો વેન્ટીલેટર પર છે. 15 બાળકોની સ્થિતિ નાજૂક છે.

અપડેટ્સ

NDRFના ડીજી એસએન પ્રધાને પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, પૂણેથી એક્સપર્ટની ટીમ વિશાખાપટ્ટનમ મોકલવામાં આવશે
દુર્ઘટના અંગે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે કેન્દ્ર અને આંધ્ર પ્રદેશ સરકારને નોટિસ પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડી સાથે ફોન પર વાત કરી
આ દુર્ઘટનાથી લોકોના સ્વાસ્થ્ય પર હાલ અને ભવિષ્યમાં થનારી અસરને ધ્યાનમાં રાખતા રાહતની વ્યવસ્થા કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
ગેસનો વાલ ખરાબ હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગુરુવારે સવારે 2.30 વાગ્યે ગેસ વાલ ખરાબ થઈ ગયો હતો અને ગેસ લીક થયો હતો. સીનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણએ, અત્યાર સુધી એટલી ખબર પડી છે કે વાલ ફાટી ગયો હતો,જેથી ગેસ લીક થયો હતો. આ સાથે જ ફેક્ટરીની આસપાસના વિસ્તારના સ્થાનિક ગ્રામીણોએ ફેક્ટરીનું કોઈ સાયરન સાંભળ્યું ન હતું. જેથી ઘણા લોકો આ દુર્ઘટનાના સંકજામાં આવી ગયા હતા.
વડાપ્રધાન મોદીએ NDMA સાથે બેઠક શરૂ કરી, રાજનાથ સિંહ અને અમિત શાહ સામેલ
વિશાખાપટ્ટનમ કેસમાં રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને અસરગ્રસ્ત લોકોની મદદ માટે કહ્યું
ગૃહમંત્રી અમિત શાહે વિશાખાપટ્ટનમ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
વિશાખાપટ્ટનમ ગેસ લીક અંગે પીએમ મોદીએ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી સાથે વાત કરી
એક્શનમાં એડમિનિસ્ટ્રેશન, બે હજાર લોકોને કઢાયા, નૌસેનાની ટીમ પણ પહોંચી
દુર્ઘટના બાદ NDRF, NDMA અને રાજ્યની ટીનોએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે
નૌસેવાએ પણ 50 બ્રીધિંગ સેટ્સ, પોર્ટેબલ એર કમ્પ્રેસર અને 2 એમ્બ્યુલન્સ મોકલી દીધી હતી.
NDRFના ડીજી એસએન પ્રધાને જણાવ્યું કે, ઘણા લોકોને ગળામાં ખારાશ, સ્કીનની તકલીફ થઈ રહી હતી.
અત્યાર સુધી 1500 લોકોને કાઢવામાં આવ્યા છે. 500થી વધારે લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે.
જે લોકો ગંભીર રીતે બિમાર છે, તેમને વિશાખાપટ્ટનના કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે.
મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી સ્થિતિની સમીક્ષા કરવા માટે વેંકટપુરમ ગામ જશે
રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને વિશાખાપટ્ટનમાં રેડ ક્રોસને રિલીફ ઓપરેશનમાં સામેલ થવા માટે કહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *