અમદાવાદમાં કડક લોકડાઉનના પાલન વચ્ચે ઈસનપુર પુલ પર એક ટીકટોક વીડિયો રેકોર્ડ કરવાના ગુનામાં શહેરની એક ટિકટોક સ્ટાર્સની ધરપકડ કરવામાં આવી છે. સોનું નાયકના રૂપમાં જાણીતી ટિકટોક સ્ટાર અમદાવાદના ઈસનપુરના કુંડલિયાવાસ વિસ્તારની રહેવાસી છે. સોનું નાયકે ટિકટોક પર આ વિવાદિત વીડિયો અપલોડ કરવાના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે, જેણે લોકડાઉન વચ્ચે ઈસનપુર પુલ પર મોદીજીને ઉદ્દેશીને બનાવ્યો હતો. આ વીડિયો સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ બનાવ્યો હતો.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ધરપકડ થયા પછી સોનું નાયકને જામીન પર છોડી મૂકવામાં આવી હતી. સોનું નાયક દ્વારા અપલોડ કરવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને સોનું નાયકને ટિકટોકનો ખોટો ઉપયોગ કરવાના ગુનામાં ધરપકડ કરી હતી.
સોનું નાયકના ઈતિહાસ વિશે જાણીએ તો, સોનું નાયક એક ખાનગી હોસ્પિટલમાં નર્સના રૂપમાં કામ કરે છે. ઈસનપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જેએમ સોલંકીના મતે, સોનું નાયક સોમવારે રાત્રે ઈસનપુર પુલ પર ગઈ હતી અને આ વિવાદિત વીડિયો બનાવીને તેને પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં સોનું જણાવી રહી છે કે આ અમારો ઈસનપુર બ્રિજ છે. મોદીજી લોકડાઉન ખોલો અને બીજા વીડિયોમાં લોકડાઉન ખુલ્યા બાદ પુલ પર સૂઈને બતાવજો તેવું નિવેદન આપી રહી છે.
સોનું નાયકના આ વિવાદિત વીડિયો પોલીસ પાસે પહોંચતા જ પોલીસે નાયકને શોધી હતી અને બુધવારે તેની ભાળ મળી હતી. ત્યારબાદ પોલીસે 21 વર્ષીય નર્સની ધરપકડ કરી હતી. જો કે, નાયકને બાદમાં જામીન પર છોડી મૂકવામાં આવી હતી કારણ કે આ પ્રકારના ગુના માટે સજા સાત વર્ષથી ઓછી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન ભંગ કરી ટિકટોક સ્ટાર્સ યુવતીએ બે વીડિયો ઈસનપુર બ્રિજ પર બનાવ્યા હતા. પ્રાથમિક તબક્કે ઈસનપુર બ્રિજ પરનો વીડિયો હોવાનું અનુમાન લગાવાયું હતું. ત્યારબાદ સ્પષ્ટતા પણ થઈ ગઈ હતી. હવે કડક લોકડાઉનમાં યુવતીએ રાત્રિના સમયે વીડિયો વાઇરલ કર્યો તે મોટો પ્રશ્ન છે અને પોલીસ પર મોટા સવાલો ઉઠ્યા હતા.
સોનું નાયકે બનાવેલા વીડિયો વિશે..
અમદાવાદના ઇસનપુર બ્રિજ પર યુવતીએ લોકડાઉનનો ભંગ કરી સોશિયલ મીડિયા એપ ટિકટોક વીડિયો બનાવીને જણાવી રહી છે કે, ‘બ્રિજ છે કોરે કોરો, મોદીજી લોકડાઉન ખોલો, મોદીજી લૉકડાઉન ખોલો કહી હસી રહી છે’ હવે આ મામલે પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહેશે.
જ્યારે અન્ય એક બીજા વીડિયોમાં યુવતી રસ્તા પર સુઈ જાય છે. આ સિવાય અન્ય એક વીડિયોમાં તે યુવતી બ્રિજ પર ઊંઘી જાય છે અને બોલે છે કે, ‘લોકડાઉન પતે’ને એટલે આવી રીતે સૂઈને બતાવજો, બરાબર. મેં તો બતાવી દીધું તમે સૂઈને બતાવજો.’ એક તરફ પોલીસ લોકડાઉનનો કડક અમલ કરાવતી હતી, ત્યારે આ યુવતીએ ઇસનપુરબ્રિજ પર વીડિયો બનાવતા અનેક સવાલો ઉભા થયા છે