NATIONAL

બોલિવૂડને વધુ એક ફટકો, સલમાન સાથે કામ કરનાર ફેમસ અભિનેતાએ દુનિયા છોડી દીધી જોવો શું બીમારી હતી…

પ્રખ્યાત અભિનેતા અને કોમેડિયન મોહિત બઘેલનું અવસાન થઇ ગયુ છે. તે માત્ર 27 વર્ષનો હતો. મોહિત બઘેલ ખુબ જ લાંબા સમયથી કેન્સર જેવી ખતરનાક બીમારીથી જજૂમી રહ્યો હતો. તેના નિધનની જાણકારી કોમેડી નાઇટ્ય વિથ કપિલ શર્મા શો સાથે સંકળાયેલા શાંડિલ્યએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે. ત્યાં જ તેમના નિધનથી બોલવૂડમાં શોકનો માહોલ છે. હર કોઇ સોશિયલ મીડિયાના માધ્યમથી મોહિત બધેલને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.

તમને જણાવી દઇએ કે, ઓછી ભૂમિકાઓ કરવા છતા તેણે લોકોના દીલમાં પોતાનું સારૂ એવું સ્થાન બનાવી લીધુ હતું. સલમાન ખાન અને આસિન સાથે મોહિત ફિલ્મ રેડીમાં નજર આવ્યો હતો. ફિલ્મમાં મોહિતે છોટે અમર ચોધરીની ભૂમિકા ભજવી હતી. ત્યાં જ 2019માં મોહિત પરિણીતિ ચોપડા અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ જબરિયા જોડીમાં નજર આવ્યો હતો.

મોહિત બઘેલનો જન્મ ઉત્તર પ્રદેશના મથુરામાં સાત જૂન 1993માં થયો હતો. તેણે પોતાના અભિનયની શરૂઆત એક બાળ કલાકાર તરીકે કરી હતી. તેણે સ્ટેન્ડ અપ કોમેડી તરીકે પોતાના કરિયરની શરૂઆત છોટે મિયાં શોથી કરી હતી. આ શોમાં તેની કોમેડીને દર્શકોએ ખુબ જ પસંદ કર્યો હતો. પરંતુ મોહિત બઘેલનો સંઘર્ષ સતત ચાલુ હતો. તેના પછી તેને સાચી ઓળખ સલમાન ખાન સાથે ફિલ્મ રેડીથી મળી.

મોહિત બઘેલના નિધન પર રાજ શાંડિલ્યએ પોતાના ટ્વીટમાં તેની તસવીર શેર કરતા લખ્યું,’મોહિત મારા ભાઇ આટલી જલ્દી શું હતી જવાની? મેં તને કહ્યું હતું કે જો તારા માટે આખી ઇન્ડસ્ટ્રી થંભી ગઇ છે જલ્દીથી ઠીક થઇને આવી જા, તુ ખુબ જ સારી એક્ટિંગ કરે છે. માટે ફિલ્મના સેટ પર તારી રાહ જોઇશ… અને તારે આવવું જ પડશે.’

રાજ શાંડિલ્યના ટ્વીટને રીટ્વીટ કરતા બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપડાએ પણ મોહિત બધેલના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું,’તે કામ કરનારા તમામ લોકોમાં સૌથી સારો હતો. હંમેશા ખુશ, સકારાત્મક અને પ્રેરિત કરનારામાંનો એક હતો.’ આ સિવાય મોહિતના પ્રશંસકોએ પણ સોશિયલ મીડિયામાં તેને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *