AHMADABAD GUJARAT RAJKOT SURAT

અમદાવાદ બાદ હવે બીજા આ ત્રણ મોટા શહેરો માં પણ રાત્રી કરફ્યુ જાહેર.

અમદાવાદમાં કર્ફ્યૂ અને રાજ્યની કોરોનાની સ્થિતિ અંગે નીતિન પેટેલે માહિતી આપી છે.સીએમની અધ્યક્ષતામાં મળેલી હાઈપાવર કમિટીની બેઠકમાં બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે મોડી સાંજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, રાજકોટ, સુરત અને વડોદરામાં શનિવારે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી રાત્રી કરફ્યૂ અમલમાં રહેશે.તે માટે ગૃહ વિભાગના નોટિફિકેશન તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડો ખાલી નથી તે વાત ખોટી છે.

આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી. આજથી 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. તેની ચર્ચા કરવામાં આવી છે.આ બેઠકમાં કોરોનાની સ્થિતીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ તેમણે જણાવ્યુ હતું કે, આજે રાતે 9 વાગ્યાથી અમદાવાદમાં રાત્રિ કરફ્યૂ લાગી રહ્યુ છે.

કરફ્યૂના અમલ અંગે પોલિસની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.અંબાજી દર્શન માટે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન લગાવવાનું કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે.

અમદાવાદની સુરત વડોદરા અને રાજકોટમાં આગતોરા પગલા અને સાવચેતીના ભાગ રૂપે આ ત્રણેય શહેરોમાં કેસોમાં વધારો ન થયો હોવા છતાં દિવાળીના તહેવારોને લીધે વતન પરત આવી રહ્યા છે. તેમણે અમદાવાદમાં લગાવવામાં આવેલા કર્ફ્યુ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.

અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી રાતે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યારપછી સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ કર્ફ્યૂ ચાલુ રહેશે.ગુજરાતમાં નવરાત્રિથી દિવાળી સુધી તહેવારોનો માહોલ હોય છે. લોકો ફરવાના સ્થળે તેમજ ધાર્મિક સ્થાનોએ દર્શન કરવા જાય છે.

લોકો બહાર ગયા હોય અને પરત આવે ત્યારે સંક્રમણ ન વધે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી.લોકો બહાર નીકળ્યા હોય તેના કારણે 1 અઠવાડિયા સુધીજે સંક્રમણ વધવાની શક્યતા અગાઉથી રાજ્ય સરકારને હોઈ ખૂબજ ચૂસ્તતા પૂર્વક નિયંત્રણો રાખીને કેટલીક છૂટછાટોની માગણીઓને ધ્યાને ન લીધી અને મર્યાદિત છૂટ આપી આ સંક્રમણને રોકવામાં સફળતા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *