NATIONAL

આજે ચુંદડીવાળા માતાજીને પુરા શ્રદ્ધાસુમન સાથે અપાઈ સમાધિ, છેલ્લી વાર તસવીરોમાં કરી લો અંતિમ દર્શન જોવો કઈ રીતે આપી શ્રથાંજલી..

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ચૂંદડીવાળા માતાજીને આજરોજ સવારે સમાધિ આપી દેવામાં આવી છે. જીતુભાઈ શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ચૂંદડીવાળા માતાજીને સમાધિ આપવામાં આવી છે. હાલ લોકડાઉન હોવાથી ત્યાં તેમના લાઈવ દર્શન ભક્તો કરી શક્યા નથી. પરંતુ સોશિયલ મીડિયાની મદદથી ભક્તોએ અંતિમ દર્શન કર્યા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અંબાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી જ્યાં ચુંદડીવાળા માતાજી ગાદી પર બેસતા હતા, ત્યાં એક જગ્યા ઉપર માતાજીને સમાધિ આપવામાં આવી છે. રૂત્ર સૂક્તના અભિષેક દ્વારા વિવિધ નદીઓના જળ લાવી ચુંદડીવાળા માતાજીને સમાધી આપવામાં આવી હતી. માતાજીને આજે સવારે સ્નાન બાદ તેમના નશ્નરદેહને પાંચ પ્રકારના લેપ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ માતાજીને શણગાર સજીને સમાધી સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા.

 

ચુંદડીવાળા માતાજી જ્યાં બિરાજમાન હતા, ત્યાં ગાદી પાસે આઠ ફૂટ ઊંડા ખાડામા માતાજીને બેસાડીને મીઠું નાખવામાં આવ્યું હતું. પરિવારના સભ્યો અને આશ્રમના સંચાલકો દ્વારા મીઠું નાખી સમાધી આપવામાં આવી છે.

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે, હાલમાં લોક ડાઉન ચાર ચાલુ હોઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું હોય છે ત્યારે ચુંદડીવાળા માતાજી ના આશ્રમ પર માતાજીના સમાધિ કાર્યક્રમમાં ભક્તોને ઓન લાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

2003 અને 2010મા ચુંદડીવાળા માતાજીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વિજ્ઞાન ચુંદડીવાળા માતાજી સામે હારી ગયું હતું. ચુંદડીવાળા માતાજીનું અવસાન 26 તારીખના રોજ થયું હતું 26 અને 27 તારીખના રોજ માતાજીના નશ્વરદેહને દર્શન માટે મુકવામાં આવ્યું હતું. 28 તારીખના રોજ માતાજીના આશ્રમ પર સંપૂર્ણ વિધિ વિધાનથી સમાધિ આપવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *